વાત કરીએ , પણ કોની સાથે ?

તારીખ ૨૬ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ હિન્દ મહાસાગર ના આંતરરાષ્ટ્રીય જલક્ષેત્રમાં લંગર નાખીને અમેરિકા ના વિમાનચાલક પોતે યુ એસ એસ અબ્રાહમ લિંકન , મુખ્ય યજમાન અમેરિકા ના બધીજ સેનાઓના ઉચ્ચસેનાપતિ એડમિરલ મુલેન, બીજા યજમાનોમાં અફઘાનિસ્તાન માં અમેરિકાની સેનાઓના કમાન્ડર ડેવિડ મેકરનાન , વિશેષ અભિયાન શક્તિદલના મુખ્ય કમાન્ડર એરિક આલ્સન અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડનાં કમાન્ડર ડેવિડ પેટરસન અને બીજા એક ડઝનથી પણ વધારે અમેરિકા ના ઉચ્ચ સેનાધ્યક્ષ , આ બધા એક ખાસ મહેમાન ની રાહ જોઈ રહ્યા હતાં ; અને તે મહેમાન હતાં પાકિસ્તાન ના સેનાધ્યક્ષ જનરલ પરવેજ કયાની . આ વાર્તાલાપનું એક જ લક્ષ્ય હતું : જેહાદી સંગઠનોની વિરુદ્ધ પાકિસ્તાની સેના ને યુદ્ધ માટે પ્રેરિત કરવી પાકિસ્તાન માં પરિણામ ઈચ્છતા હોઈએ તો એકજ રસ્તો છે, સેનાને આપણા પ્રભાવ હેઠળ લાવવી.

              પ્રઘાનમંત્રી મનમોહનસિંહે કેટલાક દિવસો પહેલાં એક વખત કહયું હતું કે પાકિસ્તાનમાં કોની સાથે વાત કરવી તે ખબર જ પડતી નથી. ઉપરની ઘટનાઓ જણાવે છે કે પાકિસ્તાન માં આપણે કોની સાથે અને કેવીરીતે વાતચીત કરી શકીએ .

              પાકિસ્તાન પોતાના અસ્તિત્વના ૬૩ વર્ષોમાં લગભગ ૫૬ વર્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૈનિક શાસન માં રહયું છે. આમાંથી ૩૮ વર્ષ સેનાએ પ્રત્યક્ષ શાસન કર્યું (અયૂબ ૧૯૫૮-૬૮ , યાહયા ૧૯૬૪-૭૧ , ઝીયાઉલહક ૧૯૭૭-૮૮ અને મુર્શરફ ૧૯૯૯-૨૦૦૮) બાકીના વર્ષો માં નાગરિક પ્રશસન હોવા છતા બધી જ મહત્વપૂર્ણ બાબતોમાં વિશેષ કરીને વિદેશનીતિ , સુરક્ષા અને જાસૂસીના ક્ષેત્ર માં સેનાનું જ વર્ચસ્વ રહયું છે. ખાસ કરીને ભારત અને અફગાનિસ્તાનના સંબંધોની બાબતે ખરી નિર્ણાયક સેના જ છે. આવામાં ભારત-પાક સંબંધોને સુધારવા માટે આપણે પાક સેનાની માનસિકતા , તેમનું લક્ષ્ય અને તેમની મહત્વકાંક્ષાઓને સમજવી પડશે.  

          પાકિસ્તાની સેનાનું સ્વપ્ન ભારતમાં ફરીથી ઇસ્લામિક શાસન પ્રસ્થાપિત કરવાનું છે. ભારતમાં મુસ્લિમ સંખ્યા ૧૫ ટકા કરતાં ઓછી હોવા છતા ભારતમાં લગભગ ૮૦૦ વર્ષ મુસ્લિમ શાસન રહયું , આ વાત ને તેઓ કોઈપણ હિસાબે ભૂલી શકતા નથી. વિવિઘતાઓથી ભરેલો આ દેશ તેમને અસ્થિર લાગે છે. તેમને વિશ્વાસ છે કે આજે નહી તો કાલે ભારતનું વિઘટન થઈને જ રહેશે . તાત્કાલિક પગલા માં ભારત ની સામરિક ક્ષમતા ને ઓછી કરવી એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ છે . 

          પાકિસ્તાન માં વિદેશનીતિ , વિશેષ કરીને ભારત-પાક અને પાક-અફગાન સંબંધોના અંતર્ગત નીતિ સેના નક્કી કરે છે, તેના પરિણામ રૂપે નીતિ વિશેષરૂપથી સામરિક દ્રષ્ટિકોણથી બનાવવામાં આવે છે. ભારતની સાથેના વ્યાપારિક સંબંધો , જે હકિકત માં પાકિસ્તાન ના ફાયદામાં જ છે તેથી વિરોધ , આતંકવાદ ને ઉતેજવો , જે આગળ જઈને પાકિસ્તાન માટે વિનાશકારી સાબિત થયેલ છે, આ બધું આ જ દ્રષ્ટિકોણ ને જવાબદાર છે. 

           પાકિસ્તાનની સેના , પોતાને ઇસ્લામિક વિચારધારાની રક્ષક માને છે. ઇસ્લામિક વિચારધારા બીજી ધાર્મિક વિચારધારાઓથી ખૂબ જ જુદી છે જેમાં સર્વધર્મ સમભાવ જેવા વિચાર ની કોઈ જ આશા નથી, ફક્ત ઈસ્લામ નો જ રસ્તો સાચો છે. પાકિસ્તાની સેના પોતાને આ વિચારધારાની મુખ્ય રક્ષક માનતી હોવાથી, તેમની મનસ્થિતિ કોઈપણ પ્રકારના સહયોગ કે સદભાવ ને સ્વીકાર કરવાની રહેતી નથી.

          પાકિસ્તાનમાં ત્યાનાં સંસદ , રાષ્ટ્રપતિ , મંત્રીમંડળ કે નાગરિક પ્રશાસન આ કોઈનો પણ પ્રભાવ કે નિયંત્રણ પાકિસ્તાની સેના પર છે જ નહીં . સેના એજ પાકિસ્તાન માં સાર્વભૌમિક સત્તા છે. તે પોતે જ પોતાના કાર્યક્રમ તથા લક્ષ્ય નક્કી કરે છે .

         પાકિસ્તાન-ચીન ના સંબંધ , ભારત સાથેના નજીકના સંબંધોના રસ્તામાં બીજી આડખીલી રૂપ છે. પાકિસ્તાની શાસક , પાકિસ્તાનની ઉત્પત્તિ પછી ભારત સાથેના સૈનિક અને આર્થિક અસંતુલન ને નકારવા માટે કોઈ મોટા દેશની સાથે ગઠબંધન કરી ભારત ની સાથે સૈનિક અને આર્થિક ખાઈને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીન આખા એશિયા માં પોતાનું એકછત્રીય વર્ચસ્વ ઈચ્છે છે અને તેમાં તેને ભારત એકલું જ પ્રતિસ્પર્ધી લાગે છે. ચીન એવું ક્યારેય નહીં ઈચ્છે કે ભારત અને પાકિસ્તાન એકબીજાની ખૂબ નજીક આવે, તથા પાકિસ્તાન પોતાના પ્રભાવક્ષેત્રમાંથી નીકળીને ભારતના પ્રભાવક્ષેત્ર હેઠળ ચાલ્યું જાય. પાકિસ્તાનને પણ ક્યારેય ભારત અથવા તો ચીન બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો તે હમેશા ચીન પર જ પોતાની મહોર લગાડશે.

          જ્યાં સુધી સામરિક ઉદેશ્યને ધ્યાન માં રાખીને પાકિસ્તાનની વિદેશનીતિ બનતી રહેશે , ત્યાં સુધી ભારત પાકિસ્તાનની વચ્ચે દૂરગામી શાંતિ તથા સદભાવ ની સ્થાપના થવી ખૂબ જ મુશ્કેલ છે. પાકિસ્તાની સેના, પાકિસ્તાની નાગરિક પ્રશાસન અને પાકિસ્તાની જનતા આ ત્રણેય ની વચ્ચે ખૂબ જ મોટી ખાઈ છે. સામરિક વિષયો ઉપર અને મોટે પાયે વિદેશનીતિ ઉપર પાકિસ્તાની સેનાનું વર્ચસ્વ છે. નાગરિક પ્રશાસને આ બન્ને ક્ષેત્ર માં પોતાનું વર્ચસ્વ ગુમાવી દીધું છે. પાક સેનાનું એવુ માનવું છે કે તે નાગરિક પ્રશાસન ને બરાબર સમજે છે પરંતુ નાગરિક પ્રશાસન જ સેનાની કાર્યપ્રણાલી ની બાબત માં કશું જ જાણતું નથી. પાક સેના માટે નાગરિક પ્રશાસન એટલે બ્લડી સિવિલિયન ઇન્કોમ્પીટન્ટ અથવા સ્ટુપિડ (અથવા બંને ) છે.  

        ભારત – પાક વચ્ચે શાંતિ અને સદભાવ લાવવા માટે પાકિસ્તાની સેના નાગરિક પ્રશાસન ના આધીન થાય તે જરૂરી છે. રાજનૈતિક દળોનું પ્રભુત્વ પણ પાકિસ્તાન માં કાયમી થાય તે જરૂરી છે જ્યાં સુધી આવું નહી થાય, ત્યાં સુધી આપણે પણ અમેરિકાની જેમ પાક સેનાનો સીધો સંપર્ક સાધવો પડશે. કોઈપણ અમેરિકા ના રાજનીતિજ્ઞ કે અધિકારી નું મુખ્ય કાર્યક્ષેત્ર ઇસ્લામાબાદ નહીં પરંતુ રાવલપીંડી  જે પાકિસ્તાની સેના નું મુખ્યાલય તે હોય છે જેથી કરીને અમેરિકાના વિદેશ સચીવ શ્રી હિલેરી કિલન્ટન પ્રધાનમંત્રી ગિલાની સાથે ૧૫ મિનિટ વાત કરે છે જયારે જનરલ કયાની સાથે તેમની મીટીંગ ત્રણ-ત્રણ કલાક સુધી ચાલે છે.

          અફગાનિસ્તાન માં તાલિબાનનો વધતો પ્રભાવ તથા તાલિબાન દ્વારા પાકિસ્તાન પર વધતો ખતરો એક નવી સંભાવના ને જન્મ આપે છે પાકિસ્તાન નું દૈનિકપત્ર ડોન માં શ્રી સુનીલ શરનનો એક લેખ છપાયેલ છે : (ડોન ૨૦ જાન્યુઆરી ૨૦૧૦ ) જેમાં અફગાનિસ્તાનને નિયંત્રણ માં લાવવા માટે ભારતીય સેના અને પાક સેનાની વચ્ચે સહયોગ થવો જોઈએ તેવો વિચાર પ્રદર્શિત કર્યો છે હકિકત માં અફગાનિસ્તાનમાં તાલિબાનનું પાછા ફરવું એ ભારત અને પાકિસ્તાન બન્ને ના હિતમાં નથી. જેહાદી સંગઠનોનું લક્ષ્ય આજે , અમેરિકા ની સેનાનું પાછા જવું નહીં પરંતુ પાકિસ્તાન અને અફગાનિસ્તાન પર પૂર્ણ નિયંત્રણ મળવું એજ છે. ભારત માટે આ ખૂબ જ મોટા ખતરા નો ઘંટ છે. જો પાકિસ્તાન જેહાદી નિયંત્રણ હેઠળ જાય તો ભારતીય સેના માટે જેહાદીઓનો તોડ કાઢવો ખૂબ જ મુશ્કેલ થઇ શકે . પાકિસ્તાન પછી દક્ષિણ એશિયા પરનું નિયંત્રણ તેમનો મુખ્ય અજેન્ડા બની જશે. પાકિસ્તાની જેહાદી આત્મઘાતીઓ માટે ભારત પર આત્મઘાતી હુમલો એક અંત્યંત આકર્ષણ લક્ષ્ય બની શકે. જેહાદીઓ માટે આજ જન્ન્ત માં જવા માટે સીધી અને સૌથી સસ્તી ટિકિટ બની શકે.

          અફગાનિસ્તાન તથા પાકિસ્તાન માટે આ જેહાદી સંગઠન , ભારત અને પાકિસ્તાની બંન્ને સેનાઓ માટે સૌથી મોટો ખતરો છે સહિયારા ખતરાઓ સામનો કરવા માટે સહિયારી સુરક્ષા વ્યવસ્થા પણ જરૂરી છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સૌથી વધારે અંતર તેમની સેનાઓમાં છે આપણે આ અંતરને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ . વાસ્તવમાં પાકિસ્તાની સેનાએ પહેલા પણ સંકેત આપ્યો હતો કે અમારી સાથે સીધા સંપર્ક ને મંજુરી આપીશું પરંતુ ભારતમાં વિદેશનીતિઓ પર ભારતીય સેનાનો પ્રભાવ નહીં જેવો જ છે અને ભારતીય વિદેશ મંત્રાલય તથા રાજનીતિજ્ઞ સીઘા પાકિસ્તાની સેનાની સાથે સંબંધ જોડવામાં રુચી બતાવતા નથી. પાકિસ્તાન સાથે આપણી બધી જ વાતચીત ત્યાંના વિદેશ વિભાગ તરફથી જ થાય છે પછી ભલે એ વાતચીત પ્રભાવહીન સાબિત થાય.

             સંયુક્ત રાષ્ટ્રસંધ ના આધીન જેહાદી સંગઠનોની વિરુદ્ધ ભારતીય અને પાકિસ્તાની સેનાનું સંયુક્ત અભિયાન કદાચ અફગાનિસ્તાન તથા દક્ષિણ એશિયાને સ્થિર કરવા માટે સૌથી પ્રભાવશાળી પગલું સિદ્ધ થઈ શકે. આના માટે જરૂરી છે કે પાકિસ્તાની સેના સાથે સીધો સંપર્ક સાધવામાં આવે તથા ભારત પાક સેના વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે. આના માટે આપણે અમેરિકાની કટૂનીતિ નો વ્યવહાર શીખવો પડશે. તેમાં આપણે જોઈ શકીશું કે પાકિસ્તાન સાથે વિચારવિર્મશ કરવા વિભાગના અઘિકારી ને મોકલવાને બદલે અમેરિકા મોટે ભાગે જનરલને મોકલે છે. પાકિસ્તાની સેનાને આપણે તેમની શંકાઓ , જે મોટેભાગે બલોચિસ્તાન અને નોર્ધન એલાયન્સ ના કહેવાતા સંબંધો ને લઈને છે, તેનું સમાધાન કરાવવું પડશે.       દક્ષિણ એશિયા અને કદાચ પૂર્ણ વિશ્વની શાંતિ માટે આ સૌથી મોટું પગલું હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*