બલુચિસ્તાન : એક સળગતો જવાળામુખી

ભારત અને પાકિસ્તાન ના નેતૃત્વમાં એક બુનિયાદી ફરક છે. પાકિસ્તાન નેતૃત્વ એમના ઉદેશ્ય પ્રતિ હંમેશા સજાગ રહે છે એમની પૂર્તિ માટે એ કોઈ પણ સાઘનનો ઉપયોગ કરી શકે છે . છળ , કપટ , આતંક ની એમાં કોઈ લીમીટ નથી . ભારતીય નેતૃત્વ દિશાહીન અને આપણા હિતો માટે જોયુ નાજોયુ કરે છે . 

              કાશ્મીર અને બલુચિસ્તાન આ ફરક નું જીવંત ઉદાહરણ છે.

              કાશ્મીર નાં જે તથ્યો ને લઈને પાકિસ્તાને (ભારત ની મુર્ખામીથી ) એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. બલુચિસ્તાનમાં ભારત ની તુલના માં કેટલી કમજોર જમીન હોવા છતાં આજે , બીજાની તો છોડો ભારતીય નેતૃત્વ અનુસાર પણ બલુચિસ્તાન આજે જવાળામુખી ના મુળ પર છે આપણે આપણા પાડોશી માટે ઘણુ ઓછુ જાણીએ છે. ભારત માં બહુ ઓછા લોકોને એ ખબર છે કે બલોચિસ્તાન નો ભારતમાં વિલય ૧૫ઓગષ્ટ ૧૯૪૭ માં નહી પણ ૨૭ માર્ચ ૧૯૪૮ માં પાકિસ્તાન સેના થકી જબરદસ્તી થઇ હતી . બલુચિસ્તાન વાસ્તવ માં ક્યારે પણ બ્રિટિશ ભારત ના અંતર્ગત નથી રહયું . ભારત અને બલુચિસ્તાન જે મુખ્ય રૂપ થી કલાત રાજ્ય ના નામ થી પ્રખ્યાત હતુ જે ક્યારે પણ એક નથી રહયું. કલાત અને બ્રિટિશ ભારત ના સંબંધ ૧૮૫૪ અને ૧૮૭૬ ની સંધીના આઘીન હતા,જેમા ક્લાતના ખાન ને એક સ્વતંત્ર શાસનો હોદ્દો આપવામાં આવ્યો હતો. આ હકીકત ના ઘણા ઐતિહાસિક પુરાવા છે.                                            

                    ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ માં ભારત ના સ્વતંત્ર થયા પછી ક્લાતના ખાને પણ સ્વતંત્રા ની ઘોષણા કરી. પાકિસ્તાન ના વિલય નો  વિધેયક કેટલી વાર બલુચિસ્તાનના એસેમ્બલી માં મોકલ્યુ પરંતુ દર વખતે બલોચ એસેમ્બલી દ્વારા સર્વ સમંતિ થી અને દરેક મેમ્બરે વિધેયક નો વિરોધ કર્યો. અંતમાં ૨૭ માર્ચ ૧૯૪૮ માં મેજર જનરલ અકબર અને અંગ્રેજ જનરલ અગાસી (પાકિસ્તાની સેના માં કાર્યરત ) ના નેતૃત્વ માં ૫૦૦૦૦ સૈનિકો સાથે કલાત પર હુમલો કર્યો અને એજ રાતે અઢી વાગે ક્લાતના ખાન દ્વારા વિલયના કાગળો ઉપર જબરદસ્તી સહી કરાવવામાં આવી . ૫૦૦૦૦ સૈનિકો (ફોજીઓ ) દ્વારા આગલા દિવસે દમન નું ચક્ર શરૂ થયુ જે આજ સુઘી ચાલે છે .                                                                                          

                        જો આપણે બલુચિસ્તાન ની સ્થિતિ ની કાશ્મીર જોડે તુલના કરીએતો કાશ્મીરના મહારાજાએ દિલ્હી આવીને વિલય ના કાગળો ઉપર સહીઓ કરી . ભારતીય સેના કાશ્મીર પાકિસ્તાન સેના અને પ્રેરિત કબાઈલી લડાકો સે ત્રાસિ કાશ્મીરી જનતાની રક્ષા માટે જયારે કબાઈલી શ્રી નગર ના દ્વાર પર હતા ત્યારે મોકલી અને કાશ્મીર એસેમ્બલી એ વારંવાર ભારત માં વિલય ની પુષ્ટિ કરી. તેમ છતા કાશ્મીર આજે એક આંતરરાષ્ટ્રીય વિવાદ છે. જયારે બલુચિસ્તાન ને આપણા રાજનૈતિક નેતૃત્વ થી (ભાજપ સહીત ) કોઈ મુદ્દો છે. એવું માનતા જ નથી. બલુચિસ્તાન પાકિસ્તાન ના ક્ષેત્રફળ માં લગભગ ૪૩% છે જયારે જનસંખ્યા માં ૫% થી પણ ઓછી છે. પૂર્વ માં સિંધ, પશ્ચિમ માં ઈરાન (સિસ્તાન પ્રાંત ) ઉત્તર માં અફઘાનિસ્તાન (હેલમંદ) ઉત્તર માં અફઘાનિસ્તાન (હેલમંદ) અને દક્ષિણ માં અરબસાગર થી ઘેરાયેલો આ દેશ પ્રાકૃતિક સૌદર્ય થી ભરપૂર હોવા છતા પણ ગરીબ દેશ છે. પાકિસ્તાન ની ૧૦% ઊર્જા ની આપૂર્તિ  બલુચિસ્તાન સ્થિત સુઈગૈસ ક્ષેત્ર થી થાય છે પરંતુ ૧૯૯૬ સુધી બધોજ ગેસ સિંઘ અને પંજાબ પ્રાંતમાં મોકલાવાય છે. ૧૯૯૬ માં લગભગ ૨૫ વર્ષ પછી પહેલીવાર બુગ્ટી ના એરિયા માં ગેસનો સપલાય શરૂ કરવામાં આવ્યો . બલુચિસ્તાન માં વિશ્વની બધાથી મોટી તાંબા અને સોનાની ખાણ માનવામાં આવે છે . જેનો ઠેકો ઓસ્ટ્રેલિયા ની ખનન કંપની ને અપાયો છે ગ્વાદર નું બંદર જે ચીને વિકસાવ્યુ છે. આર્થિક અને સામરિક બંને ર્દષ્ટિ થી મહત્વપૂર્ણ બંદર છે.  

              બલુચિસ્તાનના સંઘર્ષ ના મૂળમાં પાકિસ્તાન મુખ્ય રૂપથી પંજાબ અને સિંઘ દ્વારા બલુચિસ્તાન પ્રાકૃતિક સાઘનોના દોહન અને બલુચિસ્તાન ના નિવાસીયોનું શોષણ છે બધાથી વઘારે પ્રકૃતિક સંપદા હોવા છતા બલુચિસ્તાન પાકિસ્તાનનું બધાથી ગરીબ પ્રાંત છે બઘા સામાક માપદંડો ઉપર બલુચિસ્તાન પાકિસ્તાન માં બધાથી નીચે આવે છે.

               બલુચિસ્તાન સંઘર્ષ માર્ચ ૧૯૪૮ માં પાકિસ્તાન સેના ના આક્રમણ અને જબરદસ્તી વિલય ના સમયથી શરૂ થઇ ગયું . પહેલો સંઘર્ષ કલાત ના ખાન મીરઅહમદયાર ખાનના ભાઈ પ્રિન્સ કરીમ ખાં ના નેતૃત્વ માં ગુરિલ્લા સંઘર્ષ ના રૂપમાં શરૂ થયુ. કરીમ ખાં એ રૂસ અને અફઘાનિસ્તાન થી મદદ ઈચ્છી , પરંતુ બંને દેશ મદદ માટે આગળ આવ્યા નહી . અંતમાં જૂન ૧૮૪૮ માં પ્રિન્સ ને બોલાવવામાં આવ્યા. આવ્યા કે તરતજ એમની અને એમના સહયોગીયોસાજે ઘરપકડ થઇ. અને અંતમાં જેલમાં તેમનું મુત્યુ થયુ.

                બલુચિસ્તાન નો બીજો સંઘર્ષ ૧૯૫૮ માં પાકિસ્તાન ના બઘાજ પ્રદેશો ના વિભાજન કરી એક બનાવવા સાથે થયો. આવિદ્રોહ ના સરગના નવાબ નૌરોજ ખાં હતા . લગભગ વર્ષો સુઘી સંઘર્ષ ચાલતો રહયો દમન માટે જનરલ ટિક્કા ખાં ના નેતૃત્વ ની સેનાના બોમદર્શકોએ બલોચ અરીયા બોંબ નાખ્યા. અંતમાં ૧૯૫૯ માં જનરલ ટિક્કા ખાં એ સલેહ માટે પ્રસ્તાવ મુક્યો , કુરાન પર શપથ મુકીને વિદ્રોહીઓ બિન શરતી માફી અને બલુચિસ્તાન માં કેટલીક રિયાસતો વાયદો થયો. પણ ૧૫ મે ૧૯૫૯ માં જયારે નૌરોજ ખાં એ લગભગ ૧૫૦ અનુયાયીઓ સાથે જેમાં એમના છોકરા, ભત્રીજા બીજા બઘા હતા. પહાડ પરથી ઉતરી ને આત્મસમર્પણ કર્યુ ત્યારે વિદ્રોહીયો આવીને બઘાની ઘરપકડ કરી જેલ ભેગા કરી દીઘા. અને પછી દેશદ્રોહ નો કેસ ચલાવ્યો. નવાબ નૌરોજ ખાં ના ૫ કુંટુંબીજનો (છોકરા અને ભત્રીજા ) ઓને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. વઘારે ઉંમર હોવાને કારણે નવાબ નૌરોજ ખાં ને ફાંસી ના આપવામાં આવી. અંતમાં ૧૯૬૫માં હૈદરાબાદ સિંધ જેલમાં જ ૯૦ વર્ષ ની ઉંમરમાં મુત્યુ થયું  

              બલુચિસ્તાન નો ત્રીજો સંઘર્ષ ૧૯૬૩ થી શરૂ થઇ ૧૯૬૯ સુઘી ચાલ્યો. આ વિદ્રોહ નું નેતૃત્વ શેર મોહમદ મારીએ કર્યું . આ કબાઈલી વિદ્રોહ પૂરા બલુચિસ્તાન માં વિશેષકર મારી અને મેન્ગલ કબાઈલી એરીયા માં લગભગ ૭૨૦૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયો પાકિસ્તાન સેના એ આ એરિયામાં તોપો, ટેકરો અને વિમાનો દ્વારા ભારે વિનાશ કર્યો અંતમાં ૧૯૬૯માં તાત્કાલીક પાકિસ્તાન ના રાષ્ટ્રપતિ જનરલ યાહિયા ખાં દ્વારા એકલસંઘ નીતિ ને બંધ કરી , બલુચિસ્તાન ને જુદા પ્રદેશનો દરજ્જો આપવા અને બલોચ વિદ્રોહીયોને આમ માફી આપવા સાથે વિદ્રોહનો અંત આવ્યો .

               બલુચિસ્તાન નો ચોથો સંઘર્ષ ડેલ્ફીકાર અલી ભુટ્ટો ના શાસનકાળમાં શરૂ થયો. પ્રઘાનમંત્રી ભુટ્ટોએ મુખ્યમંત્રી શ્રી મેન્ગલના નેતૃત્વમાં ચાલતી બલોચ પ્રાંતીય મંત્રીમંડળનો બર્ખાસ્ત કરી કેન્દ્રીય શાશન સ્થાપિત કર્યુ અને સાથે નવાબ ખેરબખ્સ મારીના નેતૃત્વમાં બલુચિસ્તોએ ચોથી વાર બગાવત નો ઝંડો ફરકાવ્યો . ૧૯૭૩ માં ફેબ્રુઆરી માં ઇસ્લામાબાદ માં આઈ.એસ.આઈ. ના અધિકારીઓ દ્વારા પૂરા મીડીયા સામે ઈરાકી ની ઉપસ્થિતિ માં ઈરાકી હવાવારત ના ડીપ્લોમેટિક બેગ ને ખોલીને હથિયાર, ગોલબારુદ ચીને આતંકવાદી પ્રશિક્ષણ ના દસ્તાવેજો હાજર કર્યા. આઈ.એસ.આઈ. નો દાવો હતો કે આ સામ્રગી પાકિસ્તાન માં બલોચ વિદ્રોહીયો માટે છે. વાસ્તવ માં બધી સામ્રગી ઈરાન બલોચ વિદ્રોહીયો માટે હતી . આ ઈરાકમાં કુર્દ વિદ્રોહીઓને ઈરાન દ્વારા મદદના જ્વાળામાં હતી. ૫ વર્ષ સુધી ચાલતા આ વિદ્રોહમાં પાકિસ્તાન સેના ના ૩૦૦૦ થી ૩૫૦૦ સૈનિકો હતાનાહતા થઇ ગયા જયારે બલોચ વિદ્રોહીયો હવાહતો ની સંખ્યા ૭૦૦૦ થી ૮૦૦૦ સુધી આંકવામાં આવી છે . આ વિદ્રોહમાં પાકિસ્તાની સેના નો સહયોગ ઈરાની સેનાએ પણ આપ્યો. ઈરાનના શાહે કોબ્રા હેલિકોપ્ટરો દ્વારા જે ઈરાની પાયલટો દ્વારા ઉડાવવામાં આવતા હતા. બલોચ એરિયા માં બોંબમારો કરાવવામાં આવ્યો.      

              બલુચિસ્તાન નો પાંચમો વિદ્રોહ ૨૦૦૪ માં પીર બલોચમારી અને નવાબ અકબર બુગ્ટી ના નેતૃત્વ માં શરૂ થયો અને આજે પણ ચાલુ છે આ સંઘર્ષ બધાથી વધારે લાંબો અને સંઘર્ષપૂર્ણ રહયો. વિદ્રોહની શરૂઆત બલુચ ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ગર્વનર રહી ચૂક્યા છે . નવાબ અકબર બુગ્ટી અને મીર બલાચ દ્વારા પાકિસ્તાન સરકાર ને ૧૫ એપ્રિલ ૨૦૦૪ માં ૧૫ સૂત્રી માંગો આપવા સાથે થયો. માંગો માં મુખ્ય બલુચિસ્તાન ના પ્રાકૃતિક સંશોધનો ઉપર બલોચિસ્તાન પ્રાંતીય સરકારનું નિયંત્રણ , બલોચ અલ્પસંખ્યકો નું સંરક્ષણ, બલોચિસ્તાન માં સેના દ્વારા નવી છાવણીઓ બનાવવા માટે ની અટકાયત , ફ્રન્ટીયર કાર્પ્સ ની વાપસી , સૈંકડો રાજનૈતિક કાર્યકર્તાઓ , વિધાર્થીઓ , બુદ્ધિજીવીઓ નો છુટકારો અને સંરક્ષણ પણ હતા. પાકિસ્તાન સરકારે એક પૂર્વપ્રધાન મંત્રી જમાલી ના નેતૃત્વ માં કમીટી ની રચના કરી જેનાથી આ માંગો વિષે કેટલાક સૂચનો આપ્યા. પરંતુ શાસને જેતે સમયે રાષ્ટ્રપતિ મુશર્રફ ના આધિન સેનાના હાથમાં હતી . આ સૂચનો અમલમાં લાવવાને બદલે સેના દ્વારા દમન ચાલુ રાખ્યું . બલોચ વિદ્રોહીએ મુખ્ય રૂપથી પાકિસ્તાન ને ગૈસ આપૂર્તિ વાળુ ક્ષેત્ર , સુઈગૈસ ક્ષેત્ર અને ગેસ પાઈપલાઈનો, રેલ્વેલાઈનો અને વિધુતલાઈનો ને નિશાન બનાવ્યા પાકિસ્તાનમાં ગૈસ અને વીજળી બંનેની આપૂર્તિમાં વારંવાર રુકાવત આવી . સેના મોટી સંખ્યામાં બલોચ રાજનૈતિક કાર્ય કર્તાઓ , વિધાર્થીઓ , બુદ્ધિજીવીઓને ગિરફ્તાર કર્યા (ઘણાખરા વોરંટ વિના ) એમને ગેર કાનૂની બંઘકો બનાવ્યા . યાતનાઓ આપી જેમાં કેટલાક ના મુત્યુ પણ થયા વિદ્રોહ ત્યાં વધારે જોશમાં આવ્યું જયારે સૂઈમાં પાકિસ્તાન પેટ્રોલિયમ લીમીટેડ ના પરિસરમાં એક લેડીઝ ડોક્ટર ના એક દવાખાના માં સેના ના એક કેપ્ટન દ્વારા બળાત્કાર પછી સેના એ કેપ્ટનને પોલીસને સુપ્રત કરવાની ના પાડી દીધી .  

          ૧૫ ડીસેમ્બર ૨૦૦૪ ફ્રન્ટીયર કાર્ટર્સ ના જનરલ મેજર જનરલ સુજાત અમીર કર અને એમના સહાયક બ્રિગેડીયર સલીમ નાવાજ જે કાહેલું થી હેલિકોપ્ટર થકી જઇ રહયા હતા. વિદ્રોહીઓએ ગોળીઓ ચલાવી . હુમલામાં બંને બચી ગયા પરંતુ એમને ઈજાઓ થઇ. પાકિસ્તાન એના દ્વારા પૂર્વ મુખ્યમંત્રી નવાબ અકબર બુગ્ટી ની પાકિસ્તાન સેનાની એક ગુફામાં તોપો દ્વારા ગોળીબાર કરી હત્યા કરી દીધી . ૮૦ વર્ષીય નવાબ બુગ્ટી પાકિસ્તાન સેના દ્વારા ટેંકો અને તોપો દ્વારા ઘેરાઈ ગયા પછી ગુફામાં માર્યા ગયા .

           એપ્રિલ ૨૦૦૯ માં તુરબનગર ની વચ્ચોવચ્ચ વકીલની ઓફિસમાં આઈ.એસ.આઈ દ્વારા ત્રણ રાજનૈતિક નેતાઓ , બલોચ ,લાલા મનીર અને શેર મોહમદ ના ઘોરે દહાડે અપહરણ કરવામાં આવ્યું . એમની લાશો ૫ દિવસ પછી દુર પહાડી એરીયા માં ગોળીઓ થી ઘેરાયેલી મળી .

            નવાબ અકબર બુગ્ટી અને બલોચ નેતાઓના હત્યાએ બલોચ વિદ્રોહીઓને એક ખતરનાક મોડ પર લાવી દીધો સ્વાયતતા લડાઈ હવે કદાચ સ્વતંત્રતાની લડાઈમાં ફેરવાઈ ગઈ બહુસંખ્યક બલોચ હવે પાકિસ્તાન સંઘ માં રહેવા રાજી નથી. કોઇપણ દેશ અથવા ક્ષેત્ર પોતાનું રાજનૈતિક અસ્તિત્વ બનાવી રાખવા માટે .જન સાધારન ની સામાન્ય સહસ્તી ની જરૂર હોય છે બલુચિસ્તાન માં આજ સહમતિ હાજર નથી .

          પાકિસ્તાન વાસ્તવમાં ભાવનાત્મક રૂપથી તુટવા લાગ્યુ છે બલુચિસ્તાન માં આમ ચુનાવ ના પહેલા ફ્રન્ટીયર કાર્પ્સ દ્વારા ૬ હજાર નૌજવાનો હત્યા અને ક્વેટામાં ત્રણ બલોચ નેતાઓના અપહરણ અને હત્યા વધી પૂરા બલુચિસ્તાન માં રોષ ની લહેર ફેલાઈ ગઈ . વ્યાપક પ્રદર્શન અને દંગો માં પોલિસ અને ફ્રન્ટીયર કાર્પ્સ માં લગભગ ૧૬ લોકો ની જાન ગઈ પરંતુ બધા બીજા પ્રદેશ , સિંધ , પંજાબ અને સીમા પ્રાંત વિરોધ થી બધી જ રીતે હર રહયા . સુઈ પાકિસ્તાન પેટ્રોલિયમ લિમીટેડ ના પરીસર માં સેના ના કેપ્ટન દ્વારા થયેલો બળાત્કાર માં લેડી ડોક્ટર સિન્ધી હતી . પરંતુ વિરોધની આગ કેવળ બલુચિસ્તાન માં જ સીમીત રહી . આ ઘટના પછી વિદ્રોહી નવાબ અકબર બુગ્ટી એ એક ભાષણ માં કહયું પણ કે વાસ્તવમાં બધા થી પહેલા સિંધ માં થવો જોઈતો હતો પરંતુ સિંધી જવાનો ની ગૈરત મરી ચૂકી છે. એ મુર્દા લોકોને કશુ કહેવા નથી માંગતા . આ સિધેસિધુ બલોચ વિદ્રોહીઓ દ્વારા સિંધીઓ માટે પાકિસ્તાન સંઘ ના વિરોધ વિદ્રોહમા દાખલ થવાનું આમંત્રણ છે .  

          બલુચિસ્તાન માં વિદ્રોહની આગ ઠંડી થવાનું નામ જ નથી લેતી. વિદ્રોહીઓ મુખ્ય રૂપથી બલુચિસ્તાન લિબરેશન આર્મી (બલુચિસ્તાન સ્વતંત્ર સેના ) નું નામ આવે છે . આ સંગઠન નું ના પહેલી વાર સન ૨૦૦૦ ની ગર્મિયો માં આવ્યું . સન ૨૦૦૬ માં પાકિસ્તાન સરકાર અને બ્રિટિશ સરકારે એને એક આતંકવાદી સંગઠન જાહેર કર્યું માસ્કો માં શિક્ષિત નવાબજાદા બલાચ મારી , નવાબ ખૈર મરિના સુપુત્ર એના કમાન્ડર તરીકે જાણીતા હતા . જયારે નવાબ જદા બલોચ મારીને એના સાર્વજનિક રૂપથી ઇન્કાર કર્યો ૨૬ ઓગસ્ટ ૨૦૦૬, નવાબ અકબર બુગ્ટી ની હત્યા પછી પાકિસ્તાન સેના અને પોલિસ દ્વારા નવાબજાદા બલોચ મારીએ એમના સહયોગીઓ સાથે ઘેરીને હત્યાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચી ગયા નવાબજાદા બલાચ મારી સાથે તેમના સહયોગી બ્રહમદાગ બુગ્ટી (સ્વ.નવાબ અકબર બુગ્ટી ના પૌત્ર ) અને મીર અલેમી પણ બચી ગયા . નવાબજાદા બલાચ મારીનો અંતે ૨૧ નવેમ્બર ૨૦૦૭ ના હુમલા માં હત્યા થઇ . 

          નવાબજાદા બલાચ મારીની હત્યા ના વિરોધ માં સમુચે બલોચિસ્તાન માં વ્યાપક દંગા થયા . ઘટના ની બઘી પાકિસ્તાન રાજનેતાઓએ ભર્ત્સના કરી . બેનરજી ભુટ્ટોને નવાબ અકબર બુગ્ટી અને નવાબજાદા બલાચ મારીની હત્યાઓને સંગ જોડનો ખતરો બતાવ્યો . પાકિસ્તાન માનવાધિકાર કમીશન ને હત્યા ને બલોચ સમાજ ની વધતી જતી ક્રોધ સાથે જોડયો નવાબજાદા બલાચ મારીની મૌત પછી કમાન સ્વ .નવાબ અકબર બુગ્ટી ના પૌત્ર બ્રહમદાગ બુગ્ટી ના હાથમાં બતાવવામાં આવે છે . જે કહેવાય છે કે અફગાનિસ્તાન થી વિદ્રોહ નું સંચાલન કરે છે . બલોચિસ્તાન લિબરેશન આર્મી ની ઘણીખરી કમાન બલોચિસ્તાન અફગાનિસ્તાન સીમા ક્ષેત્ર માં છે . 

          આમ ચુનાવો પછી આસફઅલી જરદારી એ રાષ્ટ્રપતિ બન્યા પછી ભારત સાથે સંબંધ અને કાશ્મીર ના મુદ્દાની જેમ બલોચિસ્તાન ના બારામાં એક નવી પહેલ ની ઘોષણા કરી . પરંતુ પાકિસ્તાન માં નાગરિક પ્રશાશન મહજ એક છલાવો છે બધા મહત્વપૂર્ણ મામલાઓ ની જેમ બલોચિસ્તાન નાં મામલામાં પણ નીતિ અને કાર્યક્રમ બંને પાકિસ્તાન એના જ નક્કી કરે છે . છેવટે ભારત આઈ.એસ.આઈ કાશ્મીર ની જેમ બલોચિસ્તાન ના મામલામાં પણ જરદારીએ પીછેહટ કરવી પડશે . બલોચિસ્તાન ના સંબંધ માં પાકિસ્તાન રાજનૈતિક દળ , બુદ્ધિજીવી અને સામન્ય જનતા સમસ્યાઓ શાંતિ પૂર્ણ સમાધાનના પક્ષમાં છે પાકિસ્તાન સેના નું રૂખ કડું છે . પાકિસ્તાન સેના એ ૧૯૪૮ માં જ બલોચ વિદ્રોહીઓની સામે દમન ,યાતના,  ઉત્પીડન નો જ સહારો લીધો છે અને એમાં જનસાધારણ ને થવાવાળું નુકશાન ની જરાપણ પરવાહ નથી થતી . આ રણનીતિ માં બલોચિસ્તાનમાં થોડીઘણી આબાદીનો પણ ફાયદો લેવાની કોશિષ થાય છે . અને બલોચ માં પશ્તુનો , પંજાબીઓ અને સિંધીઓને રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે . પરિણામ સ્વરૂપ ઉત્તરી બલોચ , રાજઘાની ક્વેટા તથા આજે બલોચી , અલ્પસંખ્યક બની ગયા છે. આવી રીતે સાધન અને રણનીતિ જો ભારતીય સેના અપનાવે તો કાશ્મીર માંથી આતંકવાદીયોનો સફાયો ક્યારનો થઈગયો હોત . 

          મારી દમન અને પાકિસ્તાન સેનાનું નિરંતર ઉત્પીડન પછી પણ બલોચ ની સ્થિતિ બગડી રહી છે ૨૦૦૮ બલોચ માં ૫૩૬ હુમલા થયા જયારે ફ્રન્ટીયર માં ૪૬૦ અને ફાંટા માં ૪૩૫ હુમલા થયા . પરંતુ જેમ અમેરિકા અને નાટો દેશની નજર ફાટા અને ફ્રન્ટીયર માં થઇ રહયા વિરોધ પર વધારે છે ત્યાનાં સમાચાર વધારે સુર્ખી મળે છે .

          ભારતે બલોચિસ્તાનની સમસ્યાનો સ્વીકાર કરીને આગળ આવવુ જોઈએ પાકિસ્તાન નો આરોપ છે કે ભારત બલોછ વિદ્રોહીઓની મદદ કરે છે શર્મઅલ શેષની મીટીગ પછી પાકિસ્તાને દાવો કર્યો છે કે એતો ભારત ને એને બલોચિસ્તાન માં વિદ્રોહીઓની મદદ કરે છે એવી સાબિતી આપી છે જયારે કે ભારતીય વિદેશ મંત્રાલયે કોઈપણ સબૂત અથવા દસ્તાવેજ મળવાનો અસ્વીકાર કર્યો છે . કોઈપણ દસ્તાવેજ ના આપવાની પુષ્ટિ પછી પણ ફરી પાકિસ્તાન સૂચના મંત્રી શ્રી કરમજમા કૈરોએ આપી . અમેરિકન વિદેશ સચિવ શ્રીમતી હિલૈરી કિલન્ટન અને વિશેષ રાજહલ રિચર્ડ બુક્સે પણ ભારતના બલોચિસ્તાન માં હસ્તક્ષેપ નો કોઈપણ પુરાવો હોવાનો અસ્વીકાર કર્યો છે.       પછી પણ ભારત બલોચિસ્તાન ની જે ઘટનાઓને અનદેખી નથી કરી શકતા .જો કાશ્મીર ભારત પાકિસ્તાન વિભાજન નો અધુરો એજન્ડા છે . તો બલોચિસ્તાનના આ એજન્ડા નો વધારે વ્યાજબી હકદાર છે જો કાશ્મીરમાં ૧૯૪૮ ના નાગરિકો અને એમના વંશજોના મતાધિકાર ના આધાર પર જન્મતગણના ની માંગ થઇ શકે છે તો બલોચિસ્તાનના મામલામાં પણ ૧૯૪૮ ની રિહાઇશ અનુસાર બલોચ આબાદીની ઈચ્છાનુસાર એમને જન્મત ગણનાનો અઘિકાર મળવો જોઈએ . ભારતે બલોચિસ્તાન જનતાની આંકાક્ષાઓ નું સન્માન કરવું જોઈએ અને પૌતાના નૈતિક અને રાજનૈતિક સમર્થન બલોચ જનતાને આપવું જોઈએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*