પાઈપલાઈનિસ્તાન અને રશિયા: પ્રભુત્વની લડાઈ

      “ પ્રાકૃતિક ખનિજ સંપત્તિ દ્વારા રુસી અર્થવ્યવસ્થા ના વિકાસની રણનીતિ “ આ શીર્ષક છે એ શોધનું જે રુસના પૂર્વ રાષ્ટ્રપતિ , હાલના પ્રધાનમંત્રી અને કદાચ પછીથી ભવિષ્યના રાષ્ટ્રપતિ શ્રી બ્લાદિમિર પુટિને પોતાની પી .એચ . ડી ની ડીગ્રી માટે સેન્ટ પીટર્સ બર્ગ  ખનિજ સંસ્થામાં પ્રસ્તુત કર્યુ હતું . હવે જરા નજર ફેરવો આ સમાચાર શીર્ષકો ઉપર ; “ ગેસ પાઈપલાઈન થી યુરોપ ના દેશોમાં તીરાડ “ , “ ચીન દ્વારા પુતિન વાર્તા ના અંતમાં ગેસ કરાર.”

            રુસ નું ગેસ બજાર પર આઘિપત્ય એમ જ નથી બન્યુ . તેની પાછળ સમજી વિચારેલી રણનીતિ છે .

            સારું રહેશે કે પહેલા પ્રકરણમાં જ આપેલા તથ્યોં માંથી ત્રણ તથ્યોં ને એક વખત ફરીથી યાદ કરી લેવાય . આ ત્રણ તથ્ય છે – (૧) રુસ વિશ્વનું સૌથી મોટું ઊર્જા ઉત્પાદક છે . (૨) ચીન વિશ્વમાં અમેરિકા પછી બીજુ સૌથી મોટુ ઉપભોકતા છે . (૩) યુરોપ ને ૪૦ પ્રતિશત ગેસની આપૂર્તિ રુસ કરે છે . અને આ સંખ્યા ૨૦૧૧ અને ૨૦૧૪ પછી વઘારે ઊંચી જવાની છે , બાલ્ટિક સમુદ્રમાં બે નવી પાઈપલાઈનો બન્યા પછી .

            યુરોપના ૨૩ રાજનીતિજ્ઞો દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામા ને ગયા વર્ષે આપેલી સલાહ : “ રુસ પોતાની સામ્રાજ્યવાદી આકાંક્ષાઓના ૧૯ મી સદીના કાર્યક્રમો ને ૨૧ મી સદીની રણનીતિઓ દ્વારા પૂરી કરવામાં લાગેલું છે . “ અથવા એક પોલેન્ડ ના પૂર્વ સૈન્ય અઘિકારી ની ટિપ્પણી “કાલે ટેન્ક આજે તેલ “.

            ૧૯ મી સદી નો કાર્યક્રમ , ગ્રેટ ગેમ , ફરીથી પોતાની નવી આવૃત્તિ માં નીકળી રહ્યો છે . સમય કેટલો પણ વહે સ્થિતિ તેની તે જ રહે છે . બ્રાજીલિયન પ્રત્રકાર પેપે એસ્કોબર , જેમણે પાઈપલાઈનિસ્તાન ને નામ આપ્યું હતું . તેમનું કહેવું છે “ એકવીસમી શતાબ્દીની નવી રમત – તેલ એન ગેસ માટે છે , જે વિશાળ યુરેશિયા ની શતરંજ ની બાજી પર જેના કાળા અને સફેદ ખાનામાં વિભિન્ન પાઈપલાઈનિસ્તાન ના ક્ષેત્રમાં બની રહી છે અથવા બનાવાઈ રહી છે , પથરાઈ રહ્યા છે . આને સદીનું અસલી રાજનૈતિક થ્રિલર માનવામાં આવે . “

            રુસી પ્રઘાનમંત્રી પુતિન ની ગયા વર્ષની ચીન યાત્રાના સંદર્ભમાં પ્રેસની ૧૫ ઓક્ટોબર ૨૦૦૯ ની જાહેરાત ઘ્યાન આપવા લાયક છે – “ રુસી પ્રઘાનમંત્રી શ્રી પુતિનની ૩ દિવસીય યાત્રા દરમિયાન રૂસના સાઈબેરિયા ના ગેસક્ષેત્ર થી ચીન સુધી બે વિશાળ પાઈપલાઈનો ને બનાવવાની સહમતિ થઇ . કેટલાયે અબજ ડોલર પડતર કિંમત ની આ પાઈપલાઈનો ચીનની ૮૫ ટકા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સક્ષમ હશે .’’ 

            રુસની સૌથી મોટી શક્તિ તેની પાસે પોતાના જ ઊર્જાનું વિશાળ સાઈબેરિયન ક્ષેત્ર છે . જાહેર છે તેના આ સ્ત્રોત ઉપભોક્તાઓને ભરોસો આપે છે . રુસની પાઈપલાઈનોની સાથે બીટીસી રુસની પાઈપલાઈનો ની સાથે બીટીસી અથવા નાબુક્કો ની જેમ એ સમસ્યા નથી કે ખબર નહીં તેલ અને ગેસ મળશે કે નહી . જો કૈસ્પિયન ક્ષેત્રનું તેલ અથવા ગેસની આપૂર્તિમાં પાઈપલાઈનિસ્તાન માં સતત ચાલતી અશાંતિ ને કારણે કોઈ અવરોધ પણ આવે , તો રુસ પોતાના સાઈબેરિયા ક્ષેત્રના તેલ અને ગેસના સપ્લાય દ્વારા ઉપભોકતા ને સતત તેલ અથવા ગેસ પહોંચાડી શકે છે . તેલ અથવા ગેસ જેવા પદાર્થ , જેની ઉપર સંપૂર્ણ આર્થિક તંત્ર નિર્ભર રહે છે , આ ગેરેન્ટી ઘણી મહત્વની છે . 

            તેલ અને ગેસના ક્ષેત્રમાં પોતાનું આધિપત્ય બનાવી રાખવા માટે , રુસ કજાકિસ્તાન , તુર્કમાનિસ્તાન અને ઉજબેકિસ્તાન ને તેલ અને ગેસક્ષેત્રો ની પાઈપલાઈનો દ્વારા પોતાની પાઈપલાઈનો થી જોડી રહ્યું છે . આટલું જ નહીં ગેસની વઘતી માંગને ધ્યાનમાં રાખતા તે “ ઉત્તરી ધારા “ અને  “દક્ષિણી ધારા “ નામથી બે નવી પાઈપલાઈનોને વિકસિત કરી રહ્યું છે . દક્ષિણી ધારા સીઘી નાબુક્કો ની સાથે ટક્કર લેશે . ૧૨૦૦ કિમી લાંબી ૧૫ અબજ ડોલર (લગભગ ૬૭૫ અબજ રૂપિયા ) નો પડતર ખર્ચ થી બનવાવાળી આ પાઈપલાઈન ૨૦૧૫ સુધી પૂરી થઇ જવાની સંભાવના છે . આ પાઈપલાઈન સાઈબેરિયન ગેસને કાળા સાગરની તળેટી થી થઈને ગેસને રુસથી બલ્ગારીયા થી તેની બે શાખાઓ થઇ જશે . એક શાખા ગ્રીસ થઈને દક્ષિણી ઇટાલી ને ગેસ પહોંચાડશે , બીજી ઉત્તરી ઇટાલી જશે .  

            દક્ષિણી ધારા જો ૨૦૧૫ માં આવશે , તો ઉત્તરી ધારા તો લગભગ પૂર્ણ થવા આવી રહી છે . ૯.૧ બિલિયન ડોલર (લગભગ ૫૦ હજાર કરોડ રૂપિયા ) પડતર ખર્ચ વાળી આ લાઈન પશ્ચિમી રુસથી બાલ્ત્રિક સાગરની તળેટી પર થઈને સીધી જર્મની પહોંચશે , જે હાલમાં રુસનું સૌથી મોટું ખરીદદાર છે . સાગરની તળેટી પર લાઈન પાથરીને રુસે યુક્રેન અને બેલારુસ માં પાઈપલાઈનના ભાડા પર ઉઠેલા વિવાદની સમસ્યા થી પણ મુક્તિ મેળવી લીઘી છે . રુસી ઊર્જા કંપની ગેજપ્રોમ ની આ પાઈપલાઈન માં ૫૧ ટકા ની ભાગીદારી છે . બાકીના શેર કેટલીક જર્મન અને ડચ કંપનીઓ પાસે છે . નિર્દેશક મંડળ ના અધ્યક્ષ , બીજું કોઈ નહીં જર્મનીના પૂર્વ ચાંસલર શ્રી ગેરહાર્ડ શ્રોડર જ છે . ઉત્તરી ધારા ની સમુદ્રી પાઈપલાઈન આ વર્ષે પથરાઈ રહી છે . અને આવતા વર્ષે સન ૨૦૧૧ માં ગેસનું આવવાનું પણ શરૂ થઇ જશે .

            આટલું જ નહીં , ઉત્તરી ધારાની સાથે એક બીજી પાઈપલાઈન પરિયોજના પર રુસે કામ કરવાનું શરૂ કરી દીધું છે . ૧૨ મીટર વ્યાસવાળી ૬૦૦ કિમી લાંબી આ પાઈપલાઈન નું નિર્માણ ૨૦૧૪ સુધી શરૂ થવાની યોજના છે . 

             આ  પાઈપલાઈનો થી જો ફક્ત સાઈબેરીયાનો જ ગેસ મોકલવામાં આવત તો કોઈ વાત ના હતી . રુસ મધ્ય એશિયાના તેલ – ગેસ ક્ષેત્રોને આ પાઈપલાઈનો થી જોડીને અમેરિકી યોજનાઓ માટે હકીકતમાં જબરદસ્ત મુશ્કેલી ઊભી કરી રહ્યું છે .

              ૨૦૦૮ પછીથી , જ્યારથી બ્રિટિશ સર્વેક્ષણે તુર્કમાનિસ્તાન ના ગેસક્ષેત્ર ને સાઈબેરીયા ના ગેસક્ષેત્ર પછી બીજા સૌથી મોટા ગેસક્ષેત્ર નો દાવો કર્યો છે , અમેરિકા અને યુરોપ સંઘ બંન્ને તુર્કમાનિસ્તાન ના રાષ્ટ્રપતિ ગુરુબન્ગુલી બર્દીમોખામ્મેદોબ ને રીઝવવામાં લાગી ગયા છે . પરંતુ ગુરુબન્ગુલી પણ સમયની નાજક્તને ઓળખે છે . તેઓ યુરોપ , ચીન , પાકિસ્તાન , ભારત બઘાને વાયદો કરી રહયાં છે . પરંતુ કરાર કોઈની સાથે નથી કરતાં . અબજો ડોલર ની પરિયોજિનાઓ કલ્પનામાં જ હતી કે ૨૦૦૯ માં તેઓએ રુસી કંપની ગેજપ્રોમ સાથે તુર્કમાનિસ્તાનના બઘા ગેસ નો સપ્લાય આવતાં ૧૫ વર્ષ સુઘી આપવાનો કરાર કરી દીઘો .                                        

            હકિકતમાં રુસની પૂરી કોશિશ , મધ્યએશિયા (તુર્કમાનિસ્તાન, કજાકિસ્તાન અને ઉજબેકિસ્તાન ) ના ગેસને રુસી પાઈપલાઈનો સાથે જોડીને યુરોપને રુસી ગેસની જેમ વેચવાનું છે . એટલા માટે જ તેણે યુરોપના ગેસ નો ભાવ , જે આંતરરાષ્ટ્રીય ગેસના ભાવથી લગભગ બે ગણો છે , ગેસના કરારો કરીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીઘી છે , આ સ્થિતિ , નાબુક્કો પાઈપલાઈન ને પૂર્ણ વિરામનો સંકેત આપે છે , અને બીટીસી પાઈપલાઈન ને દેવાળિયા થવાનો .   

             આ સિવાય , નાબુક્કો અને બીટીસી માટે એક મહત્વપૂર્ણ કડી , તુર્કી , પણ રુસી પ્રભાવ થી અછૂત નથી . આજે રુસ તુર્કી નો વ્યાપાર ૩૨ અબજ ડોલર (લગભગ એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયા ) પહોંચી રહ્યો છે , અને દક્ષિણી ધારા ની બંન્ને પાઈપ લાઈનો કાળાસાગરની તળેટી થી થઈને , તુર્કી પહોંચે છે . રુસ તુર્કી વ્યાપારનો સૌથી મોટો હિસ્સો રુસ દ્વારા તુર્કી ને ગેસનો સપ્લાય છે , જે ઉત્તરોત્તર વઘી રહ્યો છે.

        આટલું જ નહીં , માર્ચ ૨૦૦૯માં તુર્કીની રાજઘાની અંકારા માં રુસી કંપની ગેજપ્રોમ ના પ્રમુખ શ્રી અલેક્સી મિલર અને તુર્કીના ઊર્જા મંત્રી ની વચ્ચે થયેલી એક સમજૂતી પછી એક નવી પાઈપલાઈનની પણ તૈયારી શરૂ થઇ ગઈ છે . આ પરિયોજના અનુસાર નવી લાઈનને સૈમસુન કેહાન પાઈપલાઈન થી જોડી દેવામાં આવશે . જેની એક શાખા ભૂમઘ્યસાગર ના તળીયેથી થઈને ઈઝરેયેલના જસ્કેલાન ને જોડશે . રુસી પ્રઘાનમંત્રી શ્રી પુતિને આ આશા બંધાવી છે કે ઇઝરાયેલ અને તુર્કીને જોડવાવાળી આ નવી પરિયોજના માં ઇઝરાયેલનો પણ પૂર્ણ સહયોગ મળશે .    

        જો તુર્કી અને રૂસમાં સહયોગ વઘશે , તો આ ૧૯ મી સદી વાળા ગ્રેટ ગેમથી બિલકુલ ઊલ્ટું થશે . આ સહયોગ જાર્જિયા ની સ્થિતિ ને વઘારે નાજુક બનાવી દેશે અને નાબુક્કો પરિયોજના પર પૂર્ણ રીતે પાણી ફેરવાઈ જશે . પરંતુ જો તુર્કી અમેરિકા ની સાથે સહયોગ બનાવીને , આર્મેનિયા ની સાથે પોતાના સંબંઘ સુધારી લે છે , તો કાકેસસ ક્ષેત્ર માં રુસની સ્થિતિ કમજોર થઇ શકે છે .        એમ પણ આપણે સેન્ટ પીટર્સ બર્ગ ખનિજ સંસ્થા (જ્યાંથી પુતિને પી.એહ.ડી. કર્યુ હતું ) ની તરફ ઘ્યાન બનાવી રાખવું જોઈએ . આ સંસ્થા અનુસાર , રુસની પાસે ફક્ત ૨૦ વર્ષ માટેનો ગેસનો ભંડાર બચેલો છે . કારણકે , રુસ પોતાના ઉત્પાદનના ૪૦ ટકા નિકાસ કરી દે છે , રુસી ગેસના નામથી ભવિષ્યમાં , હકિકતમાં મઘ્યએશિયા નો ગેસ જવાની સંભાવના છે . સ્વાભાવિક રુપથી , રુસની પૂરી કોશિશ આ જ હશે કે મધ્યએશિયા ના ગેસનું વહેણ , પૂર્વ અથવા પશ્ચિમ તરફ ના થઈને , ઉત્તર તરફ જ રહે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*