પાઈપલાઈનિસ્તાન અને ચીન

ચીને રશિયા સાથે તાલમેલ વધારીને : પોતાના મોહરા ૨૦૦૧ માં જ વધારી દીધા છે . શંઘાઈ સહયોગ સંગઠન બનાવી ને શંઘાઈ સહયોગ સંગઠનના નામથી રચિત આ નવાં આર્થિક લડાયક સંગઠન નું ઉદ્શ આ મહત્વપૂર્ણ ક્ષેત્ર માં પણ પોતાની પકડ મજબૂત કરવાનું છે શંઘાઈ સહયોગ સંગઠન (શસસં) એક તરફ થી નાટો (નોર્થ એટલાન્ટિક સંધિ સંગઠન ) નો જવાબ છે . રશિયા અને ચીન દ્વારા બનાવામાં આવેલ આ સંગઠન માં રશિયા અને ચીન ઉપરાંત કાજાકિસ્તાન , ઉજબેકિસ્તાન , કિરગીજીસ્તાન અને તાજકિસ્તાન હતાં . પાછળ થી ભારત , મોંગોલિયા , ઈરાન તથા પાકિસ્તાન ને સુપરિટેન્ડટ દેશોના રૂપ માં સામેલ કરવામાં આવ્યાં . આ હકિકતમાં યૂરેશિયા ના એશિયાવાળા ભાગને સંગઠિત કરવાનો પ્રયાસ છે.      

            ચીન સામાજીક શાસ્ત્ર અકાદમી અનુસાર શસસં પાંચ ગૈર પશ્ચિમી સભ્યતાઓને એકસૂત્ર માં બાંધવાનું કામ કરી રહયું છે. રૂસી , ચીન , મુસ્લિમ , હિન્દુ અને બૌદ્ધ સભ્યતાઓ અને કેમ કે આમાં બધી મુખ્ય સભ્યતાઓ જોડાઈ રહી છે , શસસં યૂરેશિયા ને સુરક્ષા અને સ્થાયિત્વ આપશે . 

           બેજીંગ અનુસાર , એકવીસમી સદીના વિશ્વનું શક્તિ સંતુલન , મુખ્ય રુપ થી ચાર પાયા પર ઊભેલા સ્તંભ બ્રિક (બ્રાજીલ , રૂસ , ભારત અને ચીન ) ના દેશો કરશે . આમાં જો મુસ્લિમ ત્રિકોણ ઈરાન સાઉદી અરબ અને તુર્કીના સંયુક્ત લેટિન અમેરિકી દેશોની સાથે જોડવામાં આવે તો બૃહદ ભૌગોલિક શસસં ની ભૂમિકા બનતી જોવા મળે છે . જેની કલ્પના પણ રોમાંચક છે . શસસં ની પ્રગતિ , યૂરેશિયા , માં અમેરિકાના બધા ઈરાદાઓ પર પાણી ફેરવતી દેખાય છે. 

           ઈરાન પશ્ચિમી એશિયાના ઊર્જા ના સ્ત્રોત માં એક મહત્વપૂર્ણ કડી છે. પરંતુ અમેરિકા દ્વારા પ્રેરિત પ્રતિબંધો એ તેની આર્થિક સ્થિતિ ખરાબ કરી દીધી છે . તેમાંથી ઉભરવા માટે લગભગ ૨૧૦ અબજ ડોલર (લગભગ ૯૦ હજાર કરોડ રૂપિયા ) પૂંજી ની જરૂરિયાત છે. પ્રતિબંધોને લીધે બીજા દેશ જયારે આનાકાની કરી રહયાં છે. ચીને આગળ આવીને ઈરાનના ઊર્જા ક્ષેત્ર ની બુનિયાદી યોજના ને વિકસિત કરવા માટે ૧૨૦ અબજ ડોલર (લગભગ ૫૫ હજાર કરોડ રૂપિયા ) મૂડી રોકાણ કરવાની ઘોષણા હાલમાં જ કરી . કહેવું ના પડે કે ચીન ની અર્થવ્યવસ્થા આજે જયારે પશ્ચિમી અર્થવ્યવસ્થા મંદી સાથે લડી રહી છે, ૧૦ ટકા ના દર ને વધારો તેના ઊર્જા ક્ષેત્ર ને સુનિશ્ચિત કરવાની કોશિશો ને વધારે તીક્ષ્ણ બનાવી દે છે. ૨૦૦૯ માં જ ચીન અને ઈરાને ૩.૨ અબજ ડોલર (લગભગ ૧૩૦૦ કરોડ રૂપિયા ) નો ઈરાનના પાર્સ ગેસ ક્ષેત્ર ને વિકસિત કરવા માટે કરાર કર્યો . આ બધું અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાનને અલગ કરવાની કોશિશો માં અવરોધરૂપ છે.

           આટલું જ નહી , ડીસેમ્બર ૨૦૦૯ માં ચીને તુર્કમાનિસ્તાન સાથે પણ ગૈસ સહયોગ કરાર કરી લીધો છે. ૨૬ અબજ ડોલર (લગભગ એક લાખ સત્તર હજાર કરોડ રૂપિયા) ની આ વિશાળકાય અત્યાર સુધી ની સૌથી કિંમતી પાઈપલાઈન પરિયોજના , તુર્કમાનિસ્તાનની ગૈસ ને ઉજબેકિસ્તાન અને કજાકિસ્તાન થઈને પશ્ચિમી ચીનના સિન્કિયાંગ  પ્રાંત સુધી પહોંચાડશે .

           ચીન નો મુસ્લિમ બહુમતીવાળો પ્રાંત સિન્કિયાંગ એક બીજી કડી યૂરેશિયા અને મધ્યપૂર્વ ના ખેલમાં છે. સિન્કિયાંગ સાંસ્કૃતિક અને લડાયક દ્રષ્ટિ થી ચીન અને મધ્યપૂર્વ જેના દ્વારા ચીન પોતાના સંબંધો ઉત્તરોત્તર મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે . તેની વચ્ચે પુલનું કામ કરે છે . ચીન , ઓમાન , સાઉદી આરબ અને યમન થી અબજો બૈરલ નું તેલ આયાત કરી રહ્યું છે. જાહેર છે કે મધ્યપૂર્વ ના દેશો પણ પોતાની સંપત્તિ અને સુરક્ષા માટે , જોઅમેરિકી અર્થવ્યવસ્થા માં બદલાવ નહીં આવે ,તો ચીન ની તરફ જોશે .

            હકિકતમાં ચીને યૂરેશિયા ના ખેલ માં અમેરિકી અને ઇઝરાયેલ યોજનાઓમાં જબરદસ્ત તિરાડ પાડી દીધી છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલની સામે ત્રણ ખતરાઓ નો ઉલ્લેખ કર્યા (૧) ઈરાન નો ખતરો , (૨) મિસાઈલો ના વધવાનો ખતરો , (૩) ગોલ્ડસ્ટોન નો ખતરો (સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા ગઠિત કમીટી દ્વારા છપાયેલ ઇઝરાયેલ દ્વારા ગાજા માં સંઘર્ષ પર રીપોર્ટ )જેણે પૂરા વિશ્વ દ્વારા ઇઝરાયેલ ની ઈર્ષા ને પ્રેરિત કરી.

             ચીનના પારંપારિક ઊર્જા ના સ્ત્રોતો ઉપરાંત ઉદભવતી પ્રદુષણ રહિત ટેકનિક ના વિકાસમાં પણ એક મુખ્ય ભૂમિકા છે. આજે પૂરા વિશ્વ માં ગૈર પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો વિકાસ અને પારંપારિક ઊર્જા ના ઉપયોગમાં બચત ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહયું છે. આ બધામાં પ્રાકૃતિક રૂપથી મળતાં રેયર અર્થ  ના નામ થી ઓળખાતા પદાર્થો ની એક મુખ્યભૂમિકા છે. ચીનનો આ પદાર્થો ના ઉત્પાદનમાં ૧૦ ટકા હિસ્સો છે, જેમ જેમ ચીન ને પોતાની ઉર્જાની જરૂરિયાત વધતી જશે તે આ પદાર્થો ની નિકાસ ઓછી કરતો જશે . અમેરિકા આ બધા થી પરેશાન છે .

           મુસ્લિમ બહુમતીવાળો સિન્કિયાંગ પ્રાંત ચીનના ઊર્જા પરિવહન માં એક જંક્શન નું કામ કરશે. વિશેષ કરીને તુર્કમાનિસ્તાન તથા કજાકિસ્તાન દ્વારા લાવવામાં આવતા તેલ અને ગેસ માટે (ચીન દ્વારા કરવામાં આવતા તેલ અને ગેસના આ સોદાનો પાઈપલાઈનિસ્તાનના મુસ્લિમ સમાજ ઉપર દૂરગામી પ્રભાવ પડી શકે છે.) સિન્કિયાંગ ના ફક્ત મધ્યએશિયા દ્વારા લાવવામાં આવતી ગેસની પાઈપલાઈનો માટે રસ્તો આપશે પરંતુ સિન્કિયાંગ માં પોતાની ઊર્જા ની મોટી સંભાવનાઓ હાજર છે . સિન્કિયાંગ ના જ ગેસક્ષેત્ર ના ડ્રીંલીંગ માટે ચીને પશ્ચિમ પૂર્વ પાઈપલાઈન બનાવી છે.

           ચીન ના કરાર આરબ દેશો સાથે વધતા સંબંધ અને ઈરાન સાથે ઊર્જા સંબધિત કરાર, અમેરિકા અને ઈઝરાયેલના ઈરાનને હાંસિયામાં કરવાના પ્રયત્નોને નકારી શકે છે, તેનાથી એ ના સમજવું જોઈએ કે ચીનને ઈસ્લામ સાથે કોઈ લગાવ છે. મુસ્લિમ બહુમતિવાળા સિન્કિયાંગ પ્રાંતમાં થોડી ઘણી અશાંતિ પર જ સખત પગલાં દ્વારા ઉઈધુર મુસ્લિમ નાગરિકો ને બીજા દર્જાના નાગરિક બનાવી દીધા છે, સિન્કિયાંગ માં તિબેટની જેમજ મોટા પાયા પર ચીની લોકોને વસાવીને ચીને જનસંખ્યામાં મહત્વપૂર્ણ બદલાવ લાવી દીધો છે. હકિકતમાં ચીન ની નીતિઓ દૂરગામી પરિણામ જોતા અસંવેદનશીલ થઈને બનાવવામાં આવે છે. તેમને આગળની ચુંટણીમાં સ્થાનિક જનતા પર આ કાર્યોનો કેવો પ્રભાવ પડશે તેની ચિન્તા કરવાની હોતી નથી.                  ચીન દક્ષિણ અશિયામાં આપણા પાડોશી પાકિસ્તાનમાં પણ પોતાનું બજાર બનાવી રહયું છે. પાકિસ્તાન ના બલોચિસ્તાન પ્રાંતમાં તેણે ૨૦ કરોડ ડોલર (લગભગ ૯૦૦ કરોડ રૂપિયા ) પડતર ખર્ચ થી ગ્વાદર માં એક ઊંડા પાણી વાળું બંદર વિકસિત કર્યું છે, જેના ઉપયોગ માટે પાકિસ્તાને તેને સાર્વભૌમિક ગેરેન્ટી આપી છે. ગ્વાદર બંદર ફારસની ખાડી સ્થિત હોરમુંજ , જ્યાંથી ખાડીનું બધું તેલ વહે છે , કેવળ ૪૦૦ કિ.મી. ની દૂરી પર છે. અહીંયાથી ચીન તેલના આવન-જાવન પર નજર રાખી શકશે . ગ્વાદર બંદર તાપી (તુર્કમાનિસ્તાન , અફગાનિસ્તાન , પાકિસ્તાન , ઇન્ડિયા ) ની કાગળી પાઈપલાઈન ની પણ એક મહત્વપૂર્ણ કડી છે, જ્યાંથી તાપી પાઈપલાઈન દ્વારા લાવવામાં આવેલ તેલ ને જહાજ દ્વારા આગળ મોકલાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*